ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લાખો લોકોના મોત નિપજ્યા છે. તો હજી અનેક લોકો આ વાયરસના સંક્રમણનો સામનો કરી રહ્યા છે. ત્યારે નવા અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ ઘણા કલાકો સુધી ચામડી પર જીવી શકે છે.
ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસિઝિસમાં પ્રકાશિત અભ્યાસની વિગત અનુસાર કોવિડ-૧૯નું સંક્રમણ મહદ્અંશે હવા દ્વારા ડ્રોપલેટ્સના ફેલાવાથી થાય છે. જોકે, સંક્રમણ અટકાવવા હાથની સ્વચ્છતા બહુ જ જરૂરી છે. જ્યારે નોવેલ કોરોના વાઇરસ ચામડી પર ૯ કલાકથી વધુ સમય ટકી શકે છે. જોકે, ૮૦ ટકા આલ્કોહોલ ધરાવતા સેનિટાઇઝર દ્વારા બંને વાઇરસનો માત્ર ૧૫ મિનિટમાં નાશ કરી શકાય છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસના સંક્રમણને જોતા માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે સાથે હાથને વારંવાર સાબુથી ધોવા અથવા તો સેનિટાઈઝ કરવાની સલાહ સતત આપવામાં આવી રહી છે. હાલ કોરોનાની વેક્સીન પર પણ ઘણા દેશો કામ કરી રહ્યા છે. જેથી આ વાયરસના સંક્રમણને ઝડપથી ફેલાતો રોકી શકાય અને તેનો ખાતમો કરી શકાય.