વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હાલમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધમય હોવાની ફરિયાદો ખૂબ વધી રહી છે. તેવા સમયે દર વર્ષે ઉનાળાની મોસમમાં અને ત્યારબાદ પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળે છે. જેને કારણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડની પણ અછત ઊભી થાય છેતેવા સમયે આ વર્ષે ઉનાળાની મોસમનો અંત આવવાની તૈયારી હોવા છતાં પણ કોલેરા, કમળો તથા ટાઈફોઈડ સહિતના પાણીજન્ય રોગોના દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો નથી. જે બાબત ખૂબ હકારાત્મક છે. વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપીરોગ હોસ્પિટલના આર.એમ.ઓ. ડોક્ટર પ્રિતેશ શાહે વાતચીત દરમિયાન શક્યતા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે ઉનાળાની મોસમમાં પતવાના આરે હોવા છતાં પણ પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો નથી. પરંતુ વરસાદની મોસમ દરમિયાન પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાઈ શકે છે