પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ના બનાવો વધી રહ્યા છે ત્યારે 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશપાલ ના પરિવારમાં અસામાજિક તત્વો દ્વારા તેમની ગર્ભવતી પત્ની અને તેમની 8 વર્ષના દિકરાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે.ત્યારે આજે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ માંગ કરી હતી કે પશ્ચિમબંગાળમાં સરકાર હટાવી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે, બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે અને હત્યારાઓને ફાંસી ની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી,બાંગલાદેશમાંથી આવેલા હિન્દુ અને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે અને તેમની સુરક્ષા પણ સરકાર દ્વારા આપવામાં આવે, પશ્ચિમ બંગાળમાં રહેતા રાષ્ટ્રવિરોધી અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -