જામનગરમાં રોગચાળાએ માઝા મૂકી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે રોગચાળાને નાથવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે અને દિનપ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓ માં સતત વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુના દર્દીઓ માં સમગ્ર ગુજરાતમાં જામનગર હાલ બીજા ક્રમે છે અને દર્દીઓ માં અવિરતપણે વધારો પણ થઇ રહ્યો છે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના બણગા ઓ તો ફુકવામાં આવી રહ્યા છે પરંતુ રોગચાળો શમવા નું નામ જ લેતો નથી અને મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. સ્થિતિની ગંભીરતાને જોઈ રાજ્ય સરકાર પણ સફાળી જાગી ગઈ છે અને હોસ્પિટલ તંત્ર આરોગ્ય વિભાગ સહિતને રોગચાળાને નાથવા આદેશો કરાયા છે આ તો કે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જામનગરની જી.જી હોસ્પિટલ મા દાખલ ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો ચિતાર જાણ્યો હતો આ અન્વયે ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વધારાની ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એક નાયબ નિયામકશ્રી સહિત તાલુકા હેલ્થ ઓફિસર મલેરિયા ઓફિસર મેલ ફિલ્ડ વર્કર સહિત ૬૦ લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને સ્ટાફ દવા ગ્રાન્ટ વિગેરે બાબતોએ આરોગ્યના અધિક નિયામકને ખાસ જવાબદારી સોંપાઈ છે.