દિલ્હીમાં કોર્ટમાં પોલીસ તથા વકીલો વચ્ચે થયેલી ઘર્ષણની ઘટના બાદ દિલ્હી પોલીસ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસના 11 કલાકના સત્યાગ્રહના બીજા દિવસે હવે દિલ્હીમાં વકિલોએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે. દિલ્હીની પાંચ કોર્ટમાં વકિલોએ કામકાજ ઠપ કરી દીધું છે. જેને લઈને ભારે ખળભળાટ પણ મચ્યો છે. ત્યારે દિલ્હી બાદ વકિલોના વિરોધ પ્રદર્શનના આ પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં ડીસા, લાખણી થરાદ બાર કાઉન્સિલના વકિલો દિલ્હીના વકિલોના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. લાલ પટ્ટી ધારણ કરીને પોલીસ દ્વારા કરવામાં આવેલ વકિલો પર હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસની દમનકારી નીતિ સામે આક્ષેપ કરી કડક પગલા લેવા માંગ કરી હતી. મહત્વનું છે કે, ડીસા, લાખણી અને થરાદ બાર કાઉન્સિલના વકિલો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનના કારણે સામાન્ય પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -