જામનગરમાં અનેક બનાવોમાં પશુઓ દ્વારા લોકોને હડફેટે લીધા હોય અને નાની-મોટી ઇજા પહોંચાડયાપછી અમુક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રસ્તામાં જયાં ને ત્યાં અડીંગો જમાવીને પશુઓ બેઠા હોય છે.જનેે લીધે લોકોને અવર-જવરમાં પણ મુશ્કેલી પડે છે. આ પશુઓને દૂર કરવા માટે રોજમદાર માણસોને રાખીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે. આનાથી કોઇ ફેેર પડેલ નથી.
પ્રજાના નાણાનો વેડફાટ થયો છે. ત્યારે લોક વિચારમંચ દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી સરકારેબનાવેલા રસ્તે રઝળતા પશુઓ માટે ઘડવામાં આવેલા કાયદાના અમલની અમલવારી જામનગરમાં તાકિદે કરવા માંગ કરાઇ છે.