સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ના વિકાસની વાતો વચ્ચે સિક્કાની બીજી બાજુ તળેટી ખાતે આવેલ કિલ્લાનીઅંદર નો ભાગ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગામના રસ્તાઓ સૌચાલય તેમજ જાહેર પે – જલ ના વિકાસથી વંચિત રહેતાસ્થાનિકોમાં તેમજ યાત્રાળુઓ માં કિલ્લાની અંદરના ભાગના વિકાસની માંગ ઉઠી છે.પાવાગઢ તળેટી ખાતે કિલ્લાની અંદર નાભાગ ના રસ્તાઓ ઉબડખાબડ તેમજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે પાવાગઢ ખાતે વર્ષેદહાડે 50 લાખ ઉપરાંત માઇભકતો તેમજ પ્રવાસીઓ આવતા હોય છે તેઓ ને રહેવા માટેની સુવિધા તળેટી ખાતે આવેલ કિલ્લાની અંદર ના ભાગેધર્મશાળાઓ તેમજ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરતા હોય છે ત્યારે આ ખખડધજ રસ્તાઓ થી પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠે છેવર્ષોથી આ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે આ બિસ્માર રસ્તાઓ ની સ્થિતિ ક્યારે સુધરશે તેના માટે સમયનોઇન્તજાર કરવો રહ્યો.જ્યારે આશ્ચર્યજનક બાબત એ જોવા મળે છે કે તળેટી ખાતે કિલ્લાની અંદર ના ભાગમાં કે જ્યાં તમામ ગેસ્ટ હાઉસો તેમજ ધર્મશાળાઓ આવેલી છે જયાં તમામ યાત્રાળુઓને રોકાણ કરતા હોય છે સાથે કિલ્લાની અંદર ઐતિહાસિકસ્થાપત્યો પણ આવેલા છે જ્યારે પ્રવાસીઓ કિલ્લાની અંદર ના ભાગમાં ફરવા નીકળ્યા હોય ત્યારે જો કોઈને શૈચક્રિયા માટે જવું હોય તો જાહેર સૌચાલય ન હોવાથી તેને ફરજિયાત તેઓએ રાખેલી રૂમ પર જવું પડતું હોય છે
જેનાથી યાત્રાળુઓમાં કિલ્લાની અંદર ના ભાગમાં પ્રાથમિક સુવિધાઓ ન હોય તંત્ર તરફ નારાજગી જોવા મળી રહ્યો છે આશ્ચર્યજનક બાબત એ છે કે ખુલ્લામાં
શૈચ થી છુટકારો મેળવવા માટે રાજ્ય તેમજ દેશભરમાં એક ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે જયાં વર્ષે દહાડે અડધા કરોડજેટલા યાત્રાળુઓ આવતા હોય જ્યાં રોકાતા હોય એવા કિલ્લાની અંદર ના ભાગમાં એક પણ સૌચાલય જોવા ન મળતાયાત્રાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.જ્યારે તળેટીના કિલ્લાની અંદર ના ભાગમાં સ્થાનિક કક્ષાએથી કેઅન્ય કોઈ રીતે યાત્રાળુઓની સુવિધા માટે એક પણ પે-જલ ની નિશુલ્ક સુવિધા ન મળતાં યાત્રાળુઓને નાછૂટકે બહારથી મોંઘાભાવના પાણીના બોટલ ખરીદવાની ફરજ પડતી હોય પાવાગઢના વિકાસની વાતો વચ્ચે અનેક પ્રશ્નો યાત્રાળુઓમાં ચર્ચા નાએરણે રહેતા સંભળાય છે.એક તરફ છેલ્લા ચારેક વર્ષથી પાવાગઢ ના અવિરત વિકાસ કાર્યો ચાલુ છે જે વિકાસ કાર્યો ડુંગર પરનાછે આ કામગીરી અભિનંદનને પાત્ર છે પરંતુ સિક્કાની બીજી બાજુ જ્યાંથી ભક્તો રોકાણ કરી ડુંગર પર આવતા હોય છે ત્યાંતળેટી ના કિલ્લાની અંદર પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવાસીઓના મગજના માનચિત્ર પર એક પ્રકારે તળેટીના વિકાસ બાબતે નકારાત્મકતાની છબી લઈ જતો જોવા મળી રહ્યા છે.