વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગ ઉઠી છે અને આજથી જળ આંદોલન શરૂ થયું છે.વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ આજે સોમવારે કળશ પૂજન કરી અનેજળ આંદોલન છેડ્યું છે. છેલ્લા 25થી વધુ વર્ષોથી આ તળાવ ભરવાની માંગ છે, જો આ તળાવભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભમળી શકે તેમ છે. ત્યારે આજે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અને મહિલાઓએકરમાવદ તળાવ ખાતે ભૂમિ પૂજન અને કળશ પૂજન કર્યુ હતું, તેમજ તેમણે કળશમાં તળાવનીમાટી લીધી હતી અને હવે જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે તેમ સૂત્રો દ્વારા જાણવામળ્યું હતું. વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગને લઈ આજે વડગામને પાલનપુરતાલુકાના ખેડૂતોની બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલન ની રણનીતિ તૈયાર કરાઈ છે. છેલ્લા25થી વધુ વર્ષથી ખેડૂતો આ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની અને વડગામતાલુકાની પ્રજાની કોઇપણ વાત ધ્યાને લેવામાં આવી નથી. ત્યારે જો કરમાવદ તળાવ ભરાય તોપાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે, જેથી કરમાવદ તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે.
વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીનાતળ નીચા છે. 1000થી 1200 ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાનાપાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે.તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે, જેથી ખેડૂતોને ફાયદોથાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળઆંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી. પાલનપુર તેમજ વડગામતાલુકાના ગામડાઓમાં નદી, નાળામાં પાણી નથી. જેથી પાણીના તળ ઉંડા જઇ રહ્યા હોઇ બોર ફેઇલ થઇ રહ્યા છે. આગામી સમયમાં સિંચાઇ અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવીભિતી સેવાઇ રહી છે. જો કરમાવત તળાવમાં પાણી ભરાય તો પાલનપુ- વડગામના 125 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો અંત આવે તેમ છે.