બે દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંગેશપુરીમાં તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં ગભરાટ ફેલાયો હતો અને સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ નોંધાયો હતો પરંતુ હવે નાગપુરે દિલ્હીને પાછળ છોડી દીધું છે. ત્યાં ગુરુવારે એટલે કે 30મી મેના રોજ 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
તાપમાનમાં અણધાર્યા વધારાને કારણે નાગપુર ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. લોકો ગરમીથી પરેશાન છે અને તેઓ સમજી શકતા નથી કે આટલી ગરમી કેમ અને કેવી રીતે પડી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ ચિંતિત બન્યું છે. દિલ્હીમાં તાપમાન 52.9 ડિગ્રી પર પહોંચતા IMDએ તપાસના આદેશ આપ્યા હતા. હવે નાગપુરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ ભૂલ થઈ છે.