દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએસ બિભવ કુમારને દિલ્હી પોલીસે આજે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં કસ્ટડીમાં લીધા છે. દિલ્હી પોલીસની ટીમ બિભવને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી.
AAPના રાજ્યસભા સાંસદ બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે.