દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોનાના નવા કેસમાં થોડી રાહત જરૂર મળી છે. જોકે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયાએ કોરોના સંક્રમણને લઈ ચેતવણી વ્યક્ત કરતા જણાવ્યું કે, વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.
તેમણે દિલ્હીમાં વધતુ જતુ વાયુ પ્રદૂષણને લઈ આ ચેતવણી ઉચ્ચારી છે અને સતર્ક રહેવા જણાવ્યું છે. બીજીબાજુ ભારતમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સામે આવેલા 74,383 નવા કેસ બાદ દેશમાં કોરોના સંક્રમિતોના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, 24 કલાકમાં કોરોનાના 74, 383 નવા કેસ સામે આવ્યા છે.
નવા કેસ બાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70,53,807 થઇ ગઇ છે. જ્યારે 918 લોકોએ છેલ્લા 24 કલાકમાં પોતાનો જીવ ગૂમાવ્યો છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,08,334 પર પહોંચ્યો છે. હાલ ભારતમાં કુલ 8,67,496 લાખ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યુ છે.