હાલ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીએ કેટલાય લોકોને મોતના મુખમાં પહોંચાડી દીધા છે. ત્યારે એવા પણ તબીબો છે કે, જેઓએ કોરોના સામેની જંગમાં પોતાના પ્રાણની પરવાહ કર્યા વિના કોરોનાગ્રસ્તોની સારવાર જીવના જોખમે કરી રહ્યા છે. તેવામાં ભરૂચમાં આવા જ એક તબીબને પણ કોરોનાના દરદીઓની સારવાર કરતા કોરોના થઈ જતાં તેઓને સારવાર આપ્યા બાદ સાજા થયા હતા.
ત્યારબાદ કોરોના વોરીયર્સનું તાળીઓના ગડગડાટ તથા ફૂલોથી સ્વાગત કરાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે, હજુ પણ મારી તબીબી સેવાઓ માટે જરૂર પડશે તો હું સેવા પ્રદાન કરવા માટે તત્પર રહીશ. કોરોના વિશે તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અને સોશીયલ ડિસ્ટન્સ રાખવાની જરૂર છે. આપણે બધા સામાજિક અંતર જાળવીશું તો ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે.