સારા વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસા દરમિયાન ગીર જંગલમાંથી વન્યપ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ અને ડુંગર ઉપર આવી રહ્યા છે. તો ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રહેતા ગોવિંદભાઇ માડણભાઇ પરમારની વાડીએ આવેલા ઊંડા કૂવામાં 14ઓગસ્ટની રાત્રે એક દીપડો ખાબક્યો હતો. આ અંગે જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા દોરડું બાંધી ખાટલો કૂવામાં ઉતાર્યો હતો. ખાટલા પર દીપડો બેસી ગયો હતો પરંતુ દીપડો કૂવામાંથી બહાર નીકળે અને હુમલો કરે તેવી દહેશતથી આખુ પાંજરૂ ઉતારવામાં આવ્યું હતું.જેથી દીપડો પાંજરે પૂરાતા ટીમે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પહેલા પણ એક દીપડો ગીર જંગલ બોર્ડર નજીક પસાર થતા રસ્તા પર જોવા મળ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -