બોલિવૂડની ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ફિલ્મ અભિનેતા રણવીર સિંહે તાજેતરમાં જ તેની પહેલી એનિવર્સરી ઉજવી હતી. બંને તિરૂપતી મંદિર અને સુવર્ણ મંદિર ગયા હતા. તિરૂપતી મંદિર જતી વખતે રણવીર અને દીપિકાને ફેન્સ મળ્યો હતો જેણે રણવીરને આઈ લવ યુ કહ્યું તો દીપિકાએ તેની સામે રિએક્ટ કર્યું હતું.ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ખબર પડી કે જેવા દીપિકા અને રણવીર મંદિર પહોંચ્યા, એક પ્રશંસક તેના એક્સાઈટમેન્ટ પર કાબૂ ન કરી શક્યો અને પહેલા તેણે દીપિકાને આઈ લવ યુ કહ્યું તે દીપિકાએ તેનો હસીને સ્વીકાર કર્યો હતો.
તેના પછી ફેને રણવીરને સંબોધિત કરતાં, આઈ લવ યુ કહ્યું.ત્યાર બાદ દીપિકાએ ફેનને મસ્તીમાં કહ્યું, પરંતુ તમે મને વધારે પ્રેમ કરો છો. તેના પછી રણવીર અને દીપિકા હસવા લાગ્યા હતા. પછી બંને આશીર્વાદ લેવા અમૃતસર મંદિરમાં ગયા. આ પતિ-પત્ની ટૂંક સમયમાં જ કબીર ખાનની ફિલ્મ 83માં સાથે પડદા પર જોવા મળશે.આ ફિલ્મ 1983માં ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વાર વિશ્વ કપ જીતી હતી તેની પ્રેરણાદાયક કહાની પર આધારિત છે. ફિલ્મમાં રણવીર કપૂરે કપિલ દેવની ભૂમિકા નીભાવી છે. ત્યારે દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા નીભાવશે.