બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તાજેતરમાં જ મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનનાર પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ પુરૂ કરી લીધું છે, અને હવે તે પોતાની બીજી ફિલ્મ ’83’ને લઇને ખૂબ વ્યસ્ત છે. તો બીજી તરફ તેમની અંગત જીંદગીને લઇને એક અફવા ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. જી હાં રણવીર સિંહ સાથે લગ્ન બાદ સતત દીપિકા પાદુકોણના પ્રેગ્નેંટ હોવાની અફવાએ જોર પકડી ચૂકી છે. જ્યાં દરેક વાર દીપિકા આ સમાચારને મજાકમાં ઉડાવતાં ઇગ્નોર કરી દે છે, તો આ વખતે તેમણે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે…….
દિપીકાએ આના પર કહ્યું કે અમે અત્યારે અમારા કેરિયર પર ધ્યાન કેંદ્વિત કરીએ છીએ. હાલ બાળકો પેદા કરવા યોગ્ય નથી. અમે બાળકો વિશે પણ વિચારીએ છીએ…..પણ અત્યારે નહિ…અત્યારે અમે અમારા કામ પર ધ્યાન આપવા માગીયે છે…તમને જણાવી દઇએ કે દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે અને તેમના બેબી બંપને છુપાવવા માટે આવા કપડાં પહેરી રહી છે…..આ બધીજ અફવાઓનો દિપીકાએ જવાબ આપ્યો છે……