હાલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉનાં સમયમાં રસ્તાઓ સુમસામ થઇ જતા જાનવરો લટાર મારવા નીકળતા હોય છે. તેવામાં જામનગર જિલ્લાના કાલાવડ ખરેડી ગામમાં દીપડાએ વાડીએ કામ કરી રહેલા ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ દીપડો કાલાવડના ખરેડી ગામે આવી ચડતા વાડીમાં કામ કરતાં ત્રણ વ્યકિતઓને ઈજા પહોંચાડી હતી.
આ તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સરપંચ દીપક સિંહ જાડેજા દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.તેમજ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યા બાદ દીપડો વાડીએ આવેલા એક રૂમમાં સંતાઈ ગયો હતો અને દીપડાને તે જ રૂમમાં પુરવામાં આવ્યો હતો.
આમ, ખરેડી ગામમાં એક દીપડો આવી ચઢતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. ગામના સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે આવી પહોચ્યું હતું. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દિપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.