જુનાગઢના વિસાવદર અને બગસરા પંથકમાં દીપડાની રંજાડ મુદ્દે જુનાગઢમાં વન વિભાગ સાથે કિસાન સંઘની બેઠક મળી હતી. જુનાગઢના વિસાવદર અને બગસરા પંથકમા માનવ ભક્ષિ દિપદાના રંજાડના કારણોસર લોકોનુ જીવવુ મુશ્કેલ બની ગયુ છે. અનેક લોકોના જીવ માનવ ભક્ષિ દિપડો લઈ ચુક્યો છે, ત્યારે દિપડાના ડરથી ખેડુતો પણ વાડીએ કામ કરવા કે રાત્રિના સમયે પાણી વાળવા જઈ શક્તા નથી. જેમના કારણે ઉભો પાક સુકો પડી રહ્યો છે તો ખેડુતો અને ગામ લોકો દ્વારા અગાઉ આ બાબતે આવેદન પણ આપવામા આવ્યુ હતુ અને માનવભક્ષી દિપડા બાબતે રજૂઆત કરવામા આવી હતી. જેમના સંદર્ભે જુનાગઢ ખાતે વન વિભાગ સાથે કિશાન સંઘની એક બેઠક મળી હતી અને માનવભક્ષી દિપડા બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તો માનવભક્ષી દિપડાના ત્રાસમાથી લોકોને કેમ મુક્ત કરવા, આ દિપડાને પકડવો કે અન્ય રીતે સાપડવો વગેરે બાબતે ચર્ચાઓ કરવામા આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -