રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીનદયાળ કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલમાં જ હજુ પાંચેક મહિના પહેલા શ્રી દીનદયાળ કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી આ પાંચ મહિનામાં ક્રેડિટ સોસાયટીની લોકચાહના ખૂબ વધુ જોવા મળી હતી નાના અને મધ્યમ પરિવાર લોકો ને ખુબજ ઉપયોગી થઈ રહે અને નાના ધંધા વારા લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુ થી આ ક્રેડિટ સોસાયટી સૌ પ્રથમ ઉપલેટામાં શરૂ કરાઇ હતી.
આ ક્રેડિટ સોસાયટીની આજે પાંચ મહિનાનો સમયગાળો થતા તેની પ્રથમ સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સોસાયટીના દરેક સભાસદો હાજર રહ્યા હતા.ખુબજ ઓછા સમયગાળામાં આ સોસાયટીમાં ઓછામાં ઓછા 1800 જેટલા સભાસદો બની જવા પામ્યા છે .ક્રેડિટ સોસાયટીના કાર્યકર્તાઓ દ્વારા જણાવ્યા પ્રમાણે હાલ સુધી 25000 ધિરાણ મુજબ 200 થી વધારે લોકોએ લાભ લીધો હોય અંદાજે 48 લાખ રૂપિયા જેટલા ધિરાણનો લોકોને લાભ મળ્યો છે. અને પાંચ મહિનાના સમયગાળા દરમ્યાન લગભગ 61 લાખ રૂપિયા ડિપોઝીટ ક્રેડિટ સોસાયટીએ પ્રાપ્ત કરી છે