અમરેલી જિલ્લાના રાજુલા પૂજા બાપુ ગૌશાળામાં આશરે 610 થી વધુ લુલિ લંગડી અને માંદી બીમાર ગાયોછે જેનો નિભાવ કરવાનો ખર્ચ પ્રતિ દિન 28 થી 30 હજાર જેટલો છે રાજુલામાં પૂજા બાપુએ સાલ ૧૯૬૫થી લૂલિ લંગડી અને બીમાર ગાયોની સેવા કાર્ય શરૂ કરેલ સાલ ૧૯૮૦માં તેમના નિધન બાદ આસેવાકાર્ય ભીખાભાઈ તલાટી દ્વારા કાર્યરત રહેલ એક તરફ નાના પુત્રની સારસંભાળ બીજી તરફવ્યવસાય છતાં પણ ગાયો ને લગતા કોઈપણ સમાચાર મળે તો ખુલ્લા પગે ભીખાભાઈ દોડી જતા તેમનીનિઃસ્વાર્થ સેવા શહેર માટે એક યાદગાર ઉદાહરણ છે ત્યારબાદ તેમના પુત્ર કૌશિક ભાઈ ઉર્ફે કાનાભાઈદ્વારા સેવાકાર્ય ની કમાન સંભાળવામાં આવી પૂજા બાપુ ગૌશાળા યુવા ગ્રુપ માં હર્શિતભાઈ દવેજયરાજભાઇ વરુ યોગેશભાઈ સાપરિયા અલ્પેશ ભાઈ ડાભી જીતેનભાઈ પુરોહિત રવિભાઈ પરમારભાવેશભાઈ શિયાળ રામકુભાઈ ધાખડા ગણપતભાઈ મકવાણા રાયચા દિલીપભાઈ બકુલભાઈ વોરાજયંતીભાઈ પટેલ જશુભાઈ ગૌસ્વામી જયદીપભાઇ સોમૈયા પ્રીતેશભાઈ મહેતા મનોજભાઈ વાઘેલાસહિત આ સેવાકાર્યમાં જોડાયા આ ગ્રુપ દ્વારા વર્ષમાં એક વખત મકરસંક્રાંતિના ના પવૅ પર તારીખ ૧ થી૧૪ સુધી 14 દિવસ શહેરભરમાંથી ગૌશાળા માટે ફાળો એકત્ર કરવામાં આવે છે પોતાના વ્યવસાય નોકરીને એક તરફ રાખી આ ગ્રુપ આ કાર્યમાં એક લીન થઈ જાય છે આ ગૌ શાળામાં હાલ ગાયો માટે ત્રણ શેડમૂળ રાજુલાના પરેશભાઈ પ્રતાપભાઈ મહેતા તેમના પત્ની નેહાબેન મહેતા દ્વારા આ શેડ બંધાવીઆપવામાં આવેલ છે ત્રણ વર્ષ પૂર્વ ગેટ પાસે એક શેડ બંધાવી આપવામાં આવેલો હતો અને હજી એ પણતેમણે જણાવેલ કે તે આગામી દિવસોમાં એક થી બે શેડ ગાયો માટે બનાવી આપશે અહીં કામ કરતાસ્ટાફના પુરુષો તથા સ્ત્રીઓ માટે તેમના પરિવાર તરફથી વસ્ત્રો પુરુષો માટે પેન્ટ શર્ટ સ્ત્રીઓ માટે સાડીઆપવામાં આવેલ આ તકે સ્થળ ૧,૫૧,૦૦૦ ધર્મદાસ ભાઈ મહેતા તરફથી આપવામાં આવેલ 21,000રૂપિયા અશોકભાઈ મોદી તરફથી આપવામાં આવેલ ૨૧,૨૫૧ પરમ પૂજ્ય બાવાશ્રી તરફથી આપવામાંઆવેલ ૧,૧૧,૧૧૧ રાજુલાના માધવીબેન રજનીકાંતભાઈ જોશી તેમની પુત્રી જીલ અને ખનક નાઆજરોજ જન્મદિવસ હોય તેમણે આ રકમ ભેટ આપી જન્મદિવસ ઉજવેલ સાથે 11 હજાર રૂપિયા સંઘવી નટવરલાલ મૂળજીભાઈ મહુવા તરફથી આપવામાં આવેલ આ લોકાર્પણ આ વખતે ભારતીય જનતા
પક્ષના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર,મહેન્દ્રભાઈ ઘાખડાસંજયભાઈ ધાખડા વિશ્વ હિન્દુ પરિષદના બીપીનભાઈ વેગડા પાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ઘાખડામનુભાઇ ધાખડા વડલી વાળા,બજરંગ દળ પ્રમુખ નરેશભાઈ ધાખડાસહિત લોકો પધારેલ આ તકેબકુલભાઈ વોરાએ જણાવેલું કે ઘણા લોકો ગાયને લાંબો સમય રાખી તેમનું દૂધ લઇ દૂધનો વ્યવસાય કરેઅને જ્યારે એ જ ગાય બીમાર પડે દૂધ આપતી બંધ થાય ત્યારે અહીં ગૌ શાળામાં આવીને મૂકી જાય છેજેમણે આજદિન સુધી તમારી આજીવિકા સંભાળી એમને અંતે તર છોડવામાં આવે છે એવા લોકોનેઅપીલ કરી છે તેઓ ગાયોનું ધ્યાન રાખે અહીં 610 ઉપર ગયો છે જેમાં પાંચથી સાત જેટલી ગાયો દૂધઆપતી હશે બાકી તમામ બીમાર અવસ્થામાં છે જેમની સેવા સારવાર પાછળ પ્રતિદિન હજારો રૂપિયાનોખર્ચો થાય છે સહભાગી ન બનો તો બોજ પણ ન વધારો રાજુલા માં આવેલ રૂદ્ર ગણ ગૃપ ગૌ સેવાના કાર્યોમાટે હંમેશા તત્પર હોય છે પાછળના કેટલાક વર્ષોમાં લોક મેળાઓ યોજી આવકની તમામ રકમગૌશાળાને સમર્પિત કરવામાં આવે છે આ ગ્રુપના વનરાજભાઈ વરુ ગૌ સેવા માટે હંમેશા કાર્યરત રહે છેધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા ગ્રુપના તમામ મિત્રોને તેમની આ સેવા બદલ ભારોભાર પ્રશંસા કરી હતી