બાયોલોજિકલ ઇ. લિમિટેડ (BE)ની કોરોના વેક્સીન CORBEVAXનો ઉપયોગ હવે ઇમરજન્સી સ્થિતિમાં COVID-19ના બૂસ્ટર ડોઝના રૂપમાં કરવામાં આવી શકશે. તેની માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ સહમતિ આપી છે. કોવિશીલ્ડ અથવા કોવેક્સીનના બન્ને ડોઝ લઇ ચુકેલા 18 વર્ષ અને તેના કરતા વધુ ઉંમરના લોકો હવે ઇમરજન્સી સ્થિતિમાં CORBEVAXના કોરોનાના બૂસ્ટર ડોઝના રૂપમાં લઇ શકશે.હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ્સ અને વેક્સીન કંપની બાયોલોજિકલ ઇ. લિમિટેડે જણાવ્યુ કે તેની કોરોના વેક્સીન CORBEVAXને કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી ગઇ છે.
તેનો ઉપયોગ દર્દી માત્ર ઇમરજન્સીમાં કરી શકશે. BEની CORBEVAX ભારતમાં નિર્મિત પ્રથમ વેક્સીન છે, જેને વિષમ પરિસ્થિતિમાં કોરોના બૂસ્ટરના રૂપમાં મંજૂરી મળી છે.CORBEVAX બૂસ્ટર ડોઝ પુરી રીતે સુરક્ષિત છે, કારણ કે જે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે તે બાદ 3 મહિના સુધી તે લોકો પર નજર રાખવામાં આવી હતી. ડોઝ લેનારા લોકોને કોઇ પણ મુશ્કેલી થઇ નહતી.CORBEVAX વેક્સીન લગાવવા માટે CO-WIN એપ અથવા CO-WIN પોર્ટલના માધ્યમથી સ્લોટ બુક કરી શકાય છે. અત્યાર સુધી દેશભરના બાળકોને CORBEVAXની 51.7 મિલિયન ડોઝ આપવામાં આવી ચુક્યા છે.