રાજકોટ જીલ્લામાં આવેલા ધોરાજી રોડ પર આવેલા 30 વીઘામાં કાળાં તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાળાં તલનું જે તેલ બને છે, તે તેલથી હાડકાંનો દુખાવો થતો હોય તેમાં માલિસ કરવામાં અને અન્ય ઘણા બધામાં ઉપયોગ થાય છે. આ કાળાં તલનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદ, માવઠુ અને લોકડાઉનમાં પરપ્રાંતિય મજુરો પોતાનાં વતનમાં પરત ફર્યા હોવાથી તેની યોગ્ય માવજત કરવામાં આવી ન હતી. જેથી કાળાં તલનો 80% ,પાક નિષ્ફળ ગયો છે અને કાળાં તલનો પાક લગભગ ઢળી ગયો છે.
એક વીધે 10 થી 12 હજારનો ખર્ચ થાય છે, 30 વીધાનાં વાવેતરમાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યુ છે. હવે જે પાક બચ્યો છે, તેનું પણ વળતર મળવું મુશ્કેલ થઇ ગયું છે. તેમાં પણ ખેત મજુરો ન હોવાથી ખેડૂતોનાં પરીવારજનો અને અભ્યાસ કરતાં દિકરાને ખેત મજુરી કરવી પડી રહી છે. છતાં પણ કાળા તલમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડુતોએ ગુજરાત સરકાર પાસે સહાયની માંગ કરી હતી.