દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ગામડી ગામે આજે સવારે એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી જોકે ગામડી ગામના એક ખુલ્લા ખેતરના ભાગમાં આજે સવારે સ્થાનિક લોકોને અજાણી યુવતીની લાશ જોવા મળતા લોક ટોળા ભેગા થયાં હતા અને આ ઘટનાની જાણ દેવગઢ બારીયા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી યુવતીની લાશનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપી હતી જોકે હાલ યુવતીની ઓળખ થઈ નથી
હત્યા કે આત્મહત્યા તે બાબતે પોલીસ તપાસમાં જોતરાઈ હતી મૃતક યુવતી કયા ગામની છે અને યુવતીની હત્યાં કરવામાં આવી છે કે પછી આત્મા હત્યાં છે તે તો પોલીસ તપાસમાજ બહાર આવે તેવી શક્યતા છે જોકે મૃતક યુવતીના માથા પર માર માર્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેવી આ ઘટનાને અંજામ અપાયો છે તે દિશામાં પોલીસે પગલાં માંડ્યા છે