દાહોદમાં વધતા જતા વાહન ચોરીના બનાવોને ધ્યાને લઈ દાહોદ ટાઉન પોલીસ દ્રારા શહેરના વિવોઢ વિસ્તારોમાં પોઇન્ટઉભા કરી વાહન ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં બે થી ત્રણ વાહનો શંકાસ્પદ જણાતા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. દાહોદશહેર સહિત જિલ્લામાં વાહન ચોર ટોળકીએ માઝા મૂકી છે ત્યારે દાહોદ શહેર સહીત તાલુકા મથકો પર વાહન ચોર ટોળકીપોતાનું કસબ અજમાવી વાહનોની ઉઠાણતરી કરી રહી છે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે તો બીજી તરફ દાહોદમાં વાહન ચોરીના વધતા જતા બનાવોને ગંભીરતા થી લઈ વાહન ચોર ટોળકીને ઝબ્બે કરવા કમર કશી છે અને
શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્રારા આવતા જતા વાહન ચાલકોને રોકી તેમના રજીસ્ટ્રેશન કાગળો સહીત ના દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરીરહી છે તેમજ શંકાસ્પદ ગણાતા વાહનોને ડિટેઇન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત દાહોદ શહેરનાસ્ટેશન રોડ વિસ્તારમાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધરી હતી જેમાં મોબાઈલ એપ્લિકેશન દ્રારા ૧૨૫ જેટલાં વાહનોની ચકાસણી હાથ ધરી હતી જેમાં બે થી ત્રણ જેટલાં વાહનો શંકાસ્પદ જણાતા તેમને પોલીસ દ્રારા ડિટેઇન કરવામાં આવ્યા હતા