દાહોદના આચાર્ય દ્રારા નાની ઉંમરમાં વધુ યજ્ઞ કરાવતા તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ મા અંકિત થતા તેઓને મુખ્યમંત્રી દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરનારહેવાસી ડૉ રાજા શાસ્ત્રી એ અને તેમના સાથી પંડિતો દ્રારા નાની ઉમરમાં ગુજરાત જ નહીપરંતુ ભારત દેશમાં સહીત વિદેશોમાં પણ રૂદ્ર યાંગ લક્ષ્મી યાગ વિષ્ણુ યાગ ગણેશ યાગ શહસ્ત્રચંડી જેવા 14 હજારથી પણ વધુ યજ્ઞય કરાવતા તેઓનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું
તે અંતર્ગત ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્રારા તેઓને એવોર્ડ તેમજસિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા દાહોદના આચાર્ય રાજા શાસ્ત્રી એ આટલી નાનીઉંમરમાં યજ્ઞ સમ્રાટ ની ઉપાધિ પ્રાપ્ત કરી નાની ઉંમરમાંજ 14 હજારથી પણ વધુ યજ્ઞ કરાવીભારત જ નહી પરંતુ વિદેશોમાં પણ ભારત દેશનો ડંકો વગાડી તેમને ભારત દેશને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું હતું