દાહોદમાં વિશ્વ માસીક સપ્તાહ દિવસની ઉજવણી અંતર્ગત માસીક દરમિયાન સુરક્ષિત રહેવા માટેની જાણકારી અપાઈ. માત્રભારત માંજ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં માસીક સપ્તાહની ઉજવણી ઉજવવામાં આવતી હોઈ છે તેના ભાગરૂપે દાહોદમાં પણદાહોદની ભગીની સમાજ ગૃહ ઉદ્યોગ ખાતે ૧૦ થી ૧૯ વર્ષીય કિશોરીઓ ને કે જે સિલાઈ નું કામ કરે છે તેવી કિશોરીઓનેજાણકારી આપવામાં આવી હતી કે માસીક દરમિયાન કેવી રીતે સુરક્ષિત રહેવું અને તેની કાળજી રાખવી તેમજ ન્યુટ્રીશન કન્સલ્ટન્ટ દ્રારા ૧૦ થી ૧૯ વર્ષમાં ન્યુટ્રીશન શું મહત્વ છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ પોગ્રામમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી ના સૂચન મુજબ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ત્યારે આ કાર્યક્રમઅંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય શાખા દ્રારા આ કાર્યક્રમમાં ડૉ રાકેશ વહોનિયા ડૉ અનુરાગ શર્મા યુનિસેફ કન્સલ્ટન્ટડૉ કેવલ પંડ્યા ન્યુટ્રીશન કન્સલ્ટન્ટ ડૉ પ્રજ્ઞા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા તથા આર કી એસ કે કાઉન્સિલરકલ્પેશ ચૌહાણ જેવા ડોક્ટરોની ટીમ દ્રારા હજાર રહી કિશોરીઓને માસીક દરમિયાન કાળજી રાખવા માટેની જાણકારી આપવામાંઆવી હતી તેમજ વધુમાં આરોગ્ય શાખા દ્રારા દરેક કિશોરીઓને વહેલી તકે આયુષ્માન ભારત ના ગોલ્ડન કાર્ડ પોતાના કઢાવી લેવા માટે દરેક કિશોરીઓને સૂચન કરાયું હતું