દાહોદના ઘોડાખાલ ગામ ખાતે હાઇવે ઉપર બાઈક ચાલક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત. દાહોદના અમદાવાદઇન્દોર નેશનલ હાઇવે ઉપર આજે બપોરના સમયે દાહોદથી લોકલ બસ લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના જાદા ખેરિયાગામે જઈ રહી હતી તે સમયે ઘોડા ખાલ ગામ જવા માટે બસ યૂટર્ન લઈને સામેના રોડ ઉપર જાદા ખેરિયા ગામ જવા માટે જઈ રહી હતી
તે સમયે સામેથી બાઈક ચાલક આવતા બસની ટક્કર વાગતા બાઈક ચાલકને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચીહતી અને ત્યારબાદ લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને દાહોદના ઝાયડસ હોસ્પિટલખાતે મોકલી આપ્યો હતો અને બસ ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળે બસ મૂકી ભાગી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી