દાહોદ શહેર સહિત જિલ્લામાં રીસાઇ ગયેલા મેઘરાજાને મનાવવા માટે વિવિધ મનોરથો કરાયા હતાં. અંતે મહેરબાન થયેલા મેઘાએ આખા જિલ્લા ઉપર અમી વરસાવતા વાવણી બાદ આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડુતોને હાશ થઇ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદે પોતાની હાજરી બતાવી હતી. દાહોદમાં સતત વરસાદને કારણે દાહોદ શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે
જેમાં દાહોદમાં આજે વરસી રહેલા વરસાદના કારણે દાહોદના છાબ તળાવ ઉપર આવેલું લીમડાનું વૃક્ષ ધરાશય થયું હતું જોકે રોડની બાજુમાં વૃક્ષ ધરાશયી થયું હતું.. જોકે આ વૃક્ષ પડવાથી કોઈ પણ જાનહાની કે નુકશાન થવા પામ્યું ન હતું. તો બીજી બાજુ આ વૃક્ષને રોડની બાજુમાં હટાવાતા અહી લોકોની અવર જવર ચાલુ રહી હતી.