ડભોઇ માનવતાની મહેક પ્રશરાવતા બે યુવકો વેગા નજીક રહેતા હાર્દિક કરશનભાઈ આહીર અને વિજય મનોજભાઈ આહીર ને રોડ ઉપર પડેલી એક બેગ મળી હતી બેગ મા જોતા અંદર રોકડ રકમ આશરે 4500 અને જરૂરી ડોક્યુમેન્ટ જેમાં લેબના રિપોર્ટ હોય યુવકો દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન આવી બેગ જમા કરાવી તેના મૂળ માલિક સુધી પહોંચાડવા કાર્યવાહી કરવા જણાવેલ આ આધારે ડભોઇ પી.આઈ.એસ.જે.વાઘેલા ના સૂચના અને માર્ગ દર્શન થી રામભાઈ, જયાબેન રાઠવા દ્વારા બેગ મા રહેલ લેબ રિપોર્ટ ઉપર રહેલ નમ્બર ઉપર સંપર્ક કરતા આ બેગ વડોદરા નોકરી કરતા ભીખાભાઇ આર સોલંકી ની હોવાનું માલુમ પડ્યું હતું
જે બેગ માલિક ને ડભોઇ પોલીસ સ્ટેશન બોલાવી બંને યુવકો ના હાથે મૂળ માલિક ને બેગ પરત આપવામાં આવી હતી આ પ્રસંગે યુવકો દ્વારા કોઈ ની કિંમતી વસ્તુ ખોવાઈ જાય તેનું ખૂબ મહત્વ હોય છે પોલીસ નો સંપર્ક કરી તે પરત આપવી જોઈએ નો સંદેશો પણ સમાજને આપ્યો હતો જ્યારે આ બનાવ મા પોલીસ ની પણ સરાહનીય કામગીરી જોવા મળી હતી જ્યારે ભીખાભાઇ દ્વારા પોલીસ અને યુવકો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો