ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ પાસેથી પસાર શેઢી નદીના વરસાદી પાણીમાં મગર અને તેના બચ્ચાં તણાઇ આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા સ્થાનિકોના ટોળેટોળા મગરને જોવા માટે ઉમટી પડયા હતા.વાડદ ગામની ઇન્દિરાનગરી પાસેથી પસાર થતી શેઢી નદીમાં સવારે મગર અને તેના ચાર નાના બચ્ચા દેખા દીધા હતા.ઇન્દિરાનગરી વિસ્તારમાં રહેતા રમેશભાઇ પરમારના પત્ની વાસણા ઘસતા હતા.તે સમયે એક મગર ઉકરડા બાજુ આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.આ જોઇને તેઓ ડધાઇ ગયા હતા. અને ડરી ગયા હતા. આથી તેમને બૂમાબૂમ કરી મુકી હતી. આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા સ્થાનિકોના ટોળે ટોળા રમેશભાના ઘર પાસે ઉમટી પડયા હતા.જો કે ભારે વરસાદના કારણે શેઢી નદીનું પાણી બે વખત ગામમાં આવી ગયુ છે.આથી આ વરસાદી પાણી સાથે મગર આવી ગયો હશે તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે…આ અંગે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને મગર અને તેના ચાર બચ્ચાઓનું રેસક્યુ કરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -