દિવાળીની લોકોએ ધામધૂમ પૂર્વક ઉજવણી કર્યા બાદ હવે કોરોનાએ માઝા મુકી છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસોના કારણે અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવાર એ બે દિવસ સંપૂર્ણ કરફ્યુ લગાવવા ગુજરાત સરકારે જાહેરાત કરી છે. અમદાવાદમાં એકાએક કર્ફયૂથી ઇવેન્ટ મેનેજરો ટેન્શનમાં આવી ગયા છે.
દિવસનું કર્ફ્યુ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 22 નવેમ્બરે વર્ષનું પહેલું લગ્નનું મુહૂર્ત છે. 22 તારીખે કરફ્યુ હશે તો અમદાવાદમાં 1600 લગ્ન રદ્દ થશે. માંડ માંડ રોજગાર મળ્યો તેમાં કર્ફ્યુ આવતા સ્થિતિ કફોડી બની છે. એડવાન્સ પેમેન્ટ લઈ ચૂકેલા ઇવેન્ટ મેનેજરો માટે સ્થિતિ કફોડી છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 57 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કરફ્યુને કારણે 1600 જેટલા લગ્ન અટકી પડ્યા છે. 22 થી 24 નવેમ્બર દરમિયાન 1600 જેટલા લગ્નનું આયોજન છે. લગ્ન રદ્દ થાય તો ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને ખૂબજ નુકસાન થશે.