વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના ત્રણ પ્રમુખ શહેરોમાં વીડિયો કોન્ફરન્સ મારફતે કોરોના હાઈટેક ટેસ્ટિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, નોએડા, મુંબઈ અને કોલકત્તામાં બનેલી આ હાઈટેક લેબ ના માત્ર કોરોનાથી પરંતુ અન્ય બિમારીઓ સામેના જંગમાં પણ મદદરુપ થશે. વડાપ્રધાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, દેશના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન પર કામ કરી રહ્યા છે અને આના પર ઝડપથી કામ થઈ રહ્યુ છે.
(File Pic)
વડાપ્રધાને જણાવ્યું કે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકત્તા આર્થિક ગતિવિધિના સેન્ટર છે. અહીં દેશના લાખો યુવા પોતાના કરીયર, પોતાના સપના પુરા કરવા આવે છે. હવે ત્રણેય જગ્યા પર ટેસ્ટની ઉપલબ્ધ ક્ષમતામાં 10 હજાર ટેસ્ટની ક્ષમતા વધુ જોડાવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમા કહ્યુ કે, આવનારા સમયમાં ઘણા તહેવાર આવવાના છે.
(File Pic)
આ દરમિયાન આપણે ખુબ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે ગરીબોને અનાજ મળે તે જરૂરી છે. જ્યાં સુધી કોરોનીની રસી ન મળે ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો પ્રયોગ વગેરે દ્વારા કોરોનાથી બચવું પડશે. મહત્વનું છે કે હાલના દિવસોમાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે કેસ પણ વધારે સામે આવી રહ્યાં છે.