જામનગરમાં કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીઓ સાથે મજાક કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાત્રે ભોજનમાં ગાંઠીયા સંભારો અને મરચા અપાયા છે. મહત્વનુ છે કે, જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં આવી કોરોના જેવી ગંભીર હાલતમાં બીમાર દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે એવો નાસ્તો આપવાને બદલે ગાંઠિયા, સંભારો, મરચાં આપવામાં આવે છે.
તેમજ જામનગર જી.જી હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે હોસ્પિટલ સત્તાધીશોએ મજાક કરી છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓએ આપવામાં આવેલા રાત્રિભોજનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરસ કર્યા હતા. તેમજ કોરોનાના પોઝિટિવ દર્દીઓને સારો ખોરાક આપવામાં આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ જલ્દીથી સાજા થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ જો કે અહીં તો ગાંઠીયા સાંભારો અને મરચાં રાત્રી ભોજનમાં આપવામાં આવે છે. જે શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.