ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે વિસ્ફોટક બની રહી છે. ત્યારે માસ્ક પહેરવું જરૂરી બની ગયું છે. આવામાં કોરોનાને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ રોકેટગતિએ વધી રહ્યાં છે.
(File Pic)
ગુજરાતમાં સરકારી ચોપડે હવે રોજેરોજ 1000થી પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. કેસની સાથો સાથ મૃતાંકનો ગ્રાફ પણ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. સાથે જ કોર્ટે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કહ્યું છે કે, જ્યાં સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને આવતા અટકાવવામાં આવે.
(File Pic)
સાથે માસ્ક ના પહેરનારાઓને ફટકારવામાં આવતી દંડની રકમ પણ બમણી કરી દેવામાં આવે.એક સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરીને કહ્યું કે, માસ્ક નહિ પહેરનારને વધુ દંડ ફટકારો. માસ્ક ન પહેરનારા પાસેથી ઓછામાં ઓછો 1 હજાર દંડ વસૂલવામાં આવે. તેમજ બહારથી આવતા લોકોને પણ રોકવામાં આવે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈને ખરાબ લાગશે તેની ચિંતા ન કરો.