વર્ષ 2016માં સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ 1000 અને 500 રુપિયાની ચલણી નોટની સાથે નકલી નોટો દેશના વિવિધ ભાગોમાંથી ઝડપાઈ રહી છે. તેમાંય ગુજરાતમાં મોટાપાયે નકલી નોટો મળવાની ઘટના સામે આવી ચુકી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી નકલી નોટોનું પણ પ્રમાણ વધતા ખળભળાટ મચ્યો છે. વર્ષ 2018ની સરખામણીએ 2019ના વર્ષમાં દેશમાં નકલી નોટોના પ્રમાણમાં 24 ટકાનો વધારો થયો છે.
(File Pic)
ઓથેન્ટીકેશન સૉલ્યુશન પ્રોવાઇડર્સ એસો.(એએસપીએ)ના અહેવાલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.. અહેવાલમાં જણાવ્યા મુજબ દેશમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ નકલી નોટો મળી છે. ઉત્તરપ્રદેશ બાદ બિહાર અને રાજસ્થાનમાં વધુ નકલી નોટ ઝડપાઈ છે.
(File Pic)
આ ઉપરાંત દેશમાં કુલ મળી આવેલી નકલી નોટોમાંથી 45 ટકા નકલી નોટો માત્ર આ ત્રણ રાજ્યોમાંથી મળી છે. ‘ધ સ્ટેટ ઑફ કાઉન્ટરફીટીંગ ઇન ઇન્ડિયા -2020’ નામના અહેવાલમાં જણાવાયું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરખંડમાં નકલી નોટોની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી અહીં તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. વિવિધ સેક્ટર એફએમસીજી, આલ્કોહોલ, ફાર્મા, ડોક્યુમેન્ટ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, તમાકુ, લાઇફસ્ટાઇલ અને એપરલમાં નકલી નોટો સૌથી વધારે મળી આવતી હોવાનું જણાવાયુ છે. 2019માં એફએમસીજી સેક્ટરમાં નકલી નોટો મળવાનું પ્રમાણ 63 ટકા વધ્યું છે.