ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસનો આંકડો લગભગ 2 લાખની નજીક પહોંચી ચૂક્યો છે. કોરોના વાયરસને ખતમ કરવાની દિશામાં ટેસ્ટિંગ મહત્વપૂર્ણ છે…
કોરોના વાયરસ મહામારીને સમાપ્ત કરવા માટે સૌથી જરૂરી છે તે તેના માટે ટેસ્ટ સમય પર થાય. પરંતુ છેલ્લા 5 મહિનામાં કોરોના વાયરસમાં ટેસ્ટમાં મોડુ પણ એક સમસ્યા બનેલી છે.
તેવામાં ભારતીય ટેક્નોલોજી સંસ્થા, IIT – હૈદરાબાદના સંશોધકોએ દાવો કર્યો છે કે તેણે કોવિડ-19ની તપાસ માટે કિટ વિકસિત કરી છે, જેમાં માત્ર 20 મિનિટમાં પરિણામ આવી જશે. સંશોધકોએ દાવો કર્યો છે કે તેના દ્વારા વિકસિત કોવિડ-19 તપાસ કિટ હાલના સમયમાં ઉપયોગ કરવામાં આવી રહેલા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેસ ચેન રિએક્શન (આરટી-પીસીઆર) પર આધારિત નથી.
તેમણે કહ્યું કે, કિટ 550 રૂપિયાની કિંમત પર વિકસિત કરવામાં આવી છે અને મોટા પાયે ઉત્પાદન થવા પર તેની કિંમત 350 રૂપિયા સુધી થઈ શકે છે. સંશોધનકર્તાઓએ તપાસ કિટની પેટેન્ટ માટે અરજી કરી છે અને હૈદરાબાદ સ્થિત ઈએસઆઈસી ચિકિત્સા મહાવિદ્યાલય તથા હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ચાાલી રહ્યો છે તથા આઈસીએમઆર પાસે મંજૂરી માગવામાં આવી છે.