દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક ધારણ કરી રહી છે. દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2નો નવો સ્ટ્રેન સંક્રમણ ફેલાવવાની ગતિ પ્રમાણે જૂના કે મૂળ સ્ટ્રેનથી ખુબ વધુ ખતરનાક છે.
એઈમ્સ ડાયરેક્ટરે ચેતવ્યા કે જો સ્થિતિમાં ફેરફાર ન થયો તો વધતા ઇન્ફેક્શન રેટને કારણે આપણી હેલ્થ સિસ્ટમે તેની કિંમત ચુકવવી પડશે. ગુલેરિયાએ પ્રશાસન અને એજન્સીઓને જમીની સ્તર પર કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરાવવાને લઈને આકરા પગલા ભરવા માટે ખાસ આગ્રહ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, કોરોના ઝડપથી ફેલાવા પાછળ સૌથી મોટુ કારણ માસ્ક ન પહેરવું, બે ગજની દૂરીનું પાલન ન થવું, સમય સમય પર હાથ ન ધોવા જેવી બેદરકારી છે. હવે લોકો ચિંતા મુક્ત થઈ ગયા છે. તે સંક્રમણથી બચવાને લઈને વધુ સતર્ક નથી. તે કારણે દરરોજ એટલા કેસ થઈ ગયા કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. આ ઉપરાંત તેમણે રસીકરણના માધ્યમથી કોવિડ પર નિયંત્રણ મેળવી શકાશે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.