વૈશ્વિક મહામારી બની ચુકેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તેમજ તેનો ખાતમો કરવા માટે વિવિધ દેશોમાં વેક્સિન પર પણ કામ ચાલી રહ્યુ છે, સાથે જ તેના પર રિસર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસ પર પ્રયોગ કરી રહેલ એક વૈજ્ઞાનિકના નિવેદને સૌ કોઈની ઊંઘ ઉડાડી દીધી છે.
રિસર્ચ માટે પોતાને બીજી વખત સંક્રમિત કરનાર વૈજ્ઞાનિકે જણાવ્યું કે, હર્ડ ઈમ્યૂનિટીથી કોરોના મહામારીને હરાવવાની આશા બેકાર છે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, તેમણે ઈમ્યુનિટીને વધુ સારી રીતે સમજવા માટે આ પ્રયાસ કર્યો હતો. 69 વર્ષીય ડૉક્ટર એલેક્જેન્ડ શિપરે કહ્યું કે કોરોનાથી બનનારી એન્ટી બોર્ડીઝના વલણ, મજબૂતી અને શરીરમાં હાજર રહેતા સમયે રિવ્યું કરવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ જોયું કે એન્ટી બોડીઝ ઝડપથી ઓછી થઈ રહી છે. 69 વર્ષીય ડોક્ટર પ્રથમવાર ફ્રાન્સમાં ફેબ્રુઆરીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ બીજી વાર કોરોના સંક્રમણ થયા બાદ ખબર પડી કે બિમારી બાદ ત્રીજા મહિનાના અંતે એન્ટી બોડીની ખબર પડી શકી નહોંતી. તેમણે કહ્યું કે મારા બિમારી થયાના 6 મહિના બાદ એન્ટી બોડી ઘટી ગઈ હતી અને કોરોનાથી સુરક્ષા આપનાર એન્ટી બોડી 6 મહિનામાં ખતમ થઈ ગઈ. જ્યારે બીજી વાર સંક્રમિત થવા પર હોસ્પિટલ દાખલ થવું પડ્યું હતુ.