ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની વેક્સીનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પોતાના દેશે કોરોના વાયરસની પહેલી વેક્સિન બનાવી લીધી હોવાની જાહેરાત કરી હતી. વ્લાદિમીર પુતિને કરેલા દાવા પ્રમાણે આ વિશ્વની પ્રથમ સફળ કોરોના વાયરસ વેક્સિન છે જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.
(File Pic)
વધુમાં પુતિને જણાવ્યુ હતું કે, તેમની દીકરીઓને પણ આ રસી આપવામાં આવી ચુકી છે. મોસ્કોમાં ગાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા એડોનો વાયરસને બેઝ બનાવીને આ વેક્સીન તૈયાર કરવામાં આવી છે. રશિયાએ દાવો કર્યો છે કે આ વેક્સીન તેના 20 વર્ષની શોધનું પરિણામ છે.
રિસર્ચનો દાવો છે કે વેક્સીનમાં જે પોર્ટિકલ્સ યુઝ થયા છે તે ખૂદને રેપ્લિકેટ નહીં કરી શકાતી. રિસર્ચ-મેન્યુફેક્ચરીંગમાં સામેલ થયેલ ઘણા લોકોએ પોતાને આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. જેથી કેટલાક લોકોને વેક્સીનનો ડોઝ અપાયા પછી તાવ આવી શકે છે જેને લઈને પેરાસિટામોલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આ છે. રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યુ હતું કે, આજે સવારે વિશ્વમાં પ્રથમ વખત નવા કોરોના વાયરસ સામે રસી નોંધવામાં આવી છે. પુતિને આ રસી પર કામ કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.