દુનિયાના અનેક દેશોમાં કોરોનાનું સંક્રમણ હજી ઓછુ થવાનુ નામ નથી લઈ રહ્યું છે. વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ આ વાયરસ પર વિવિધ રિસર્ચ પણ કરાઈ રહ્યા છે. ત્યારે ચીને એરલાઈન્સને માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે જેમાં પ્લેનના ક્રૂ મેમ્બર્સને ટોયલેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે અને સાથે જ ડાયપરનો ઉપયોગ કરવા કહ્યું છે.
ચીનનું માનવું છે કે ટોયલેટથી પણ કોરોના ફેલાઈ શકે છે. કોરોના સંક્રમણ ફેલાવવાના સાધનોની સાથે વૈજ્ઞાનિકોમાં મતભેદ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ રોકવા માટે ચીને એરલાઈન્સના કર્મચારીઓને અને ખાસ કરીને ક્રૂ મેમ્બર્સને માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
જેમાં એરહોસ્ટેસ સહિત ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટ સમયે ટોયલેટનો ઉપયોગ ન કરવાનું કહેવાયું છે અને તેઓએ ડાયપરનો ઉપયોગ કરવો તેવી સલાહ આપવામાં આવી છે. ચીનના સિવિલ એવિએશન રેગુલેટરે તેને બદલે તેમને ડિસ્પોઝેબલ ડાયપરનો ઉપયોગ કરવા કહ્યું છે. ગાઈડલાઈન પર ચર્ચામાં કહેવાયું છે કે ટોયલેટથી પણ કોરોના ફેલાવવાના સબૂત મળ્યા છે. ખાસ કરીને એ જગ્યાઓએ જ્યાં કેબિન ક્રૂ મેમ્બર્સને માટે છે જ્યાં રોજ 10 લાખ લોકોમાંથી 500 થી વધારે કોરોના સંક્રમિત મળ્યા છે.