સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા વધતી જાય છે. તેવામાં રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ છે, મુંબઇથી આવેલો 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં એક કોરોના પોઝિટિવ આવતાની સાથે જ તંત્ર સજ્જ થયું છે. 37 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામા આવ્યા છે. જેમાં તે વ્યક્તિની સાથે આવેલી તેની પત્ની સહિત અન્ય ૨ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આખી સોસાયટીને સેનેટાઈઝ કરી કોર્ડન કરવામાં આવી હતી.
ત્યાર બાદ એ.એસ.પી. સાગર બગમાર, ઉપલેટાના પી.આઇ. વી.એમ.લગારીયા તેમજ ચીફ ઓફિસર સહિત આરોગ્ય શાખાએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આમ, કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.