કોરોના મહામારીને રોકવા માટે અમેરિકા, ભારત, રશિયા, ચીન, બ્રિટેન સહિતના દેશો કારગર વેક્સીન બનાવવાના કામમાં લાગ્યા છે. જે માટે બ્રિટિશ-સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા બનાવવામાં આવી રહેલ વેક્સીનના પરિક્ષણમાં સામેલ એક વ્યક્તિનું મોત થયાના અહેવાલથી ખળભળાટ મચ્યો છે. જોકે તેમ છતાં વેક્સીન બનાવવામાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષણ ચાલુ રહેશે.
મળતી માહિતી મુજબ, કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત થયુ છે. મૃત્યુ પામનાર વોલેન્ટિયર મૂળ બ્રાઝિલનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટીએ આ અંગેની જાણકારી આપી છે. જોકે, આ વોલેન્ટિયરનું મોત વેક્સિનના કારણે થયુ નથી જેથી વેક્સિનનું ટ્રાયલ રોકવામાં આવશે નહી. બીજીબાજુ ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે રસીની સલામતી વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. મહત્વનું છે કે, ફેડરલ યુનિવર્સિટી સાઓ પાઉલોની સહાયથી બ્રાઝિલમાં કોરોના વાયરસ રસી AZD222નું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યુ છે.