ચીનના વુહાન પ્રાંતથી શરુ થયેલ કોરોના વાયરસ આજે દુનિયાના અનેક દેશોમાં ફેલાયો છે. જેની ઝપેટમાં સામાન્યથી માંડી રાજકીય નેતાઓ સેલિબ્રિટીઓ પણ આવી ચુક્યા છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટ્રેડોસ અડનોમ પણ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા તેમણે પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી લીધા છે.
ટેડ્રોસે ટ્વીટ કરીને કહ્યું કે, હું એકદમ સ્વસ્થ્ય છું અને મારામાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો નથી જોવા મળી રહ્યા, તેમ છતા પણ મેં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રોટોકોલ્સ પ્રમાણે પોતાને થોડા દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દીધો છે, હું આગામી થોડા દિવસ માટે ઘરેથી જ કામ કરશે.
આપણે બધા સ્વાસ્થ્યના નિતિ-નિયમોનું પાલન કરીએ તે ખૂબ જ જરૂરી છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 46482846 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1200189 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 31070919 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 14211738 કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે.