દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, જેની ઝપેટમાં સૌ કોઈ આવી રહ્યા છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓમાં પણ હવે કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. વિશ્વભરમાં જાણીતા સ્વામિનારાયણ સંપ્રદાયના 11 સાધુઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
અમદાવાદ સ્થિત મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. કોરોનાના કહેરના પગલે તાત્કાલિક ધોરણે મણિનગર સ્વામિનારાયણ મંદિર હાલ પુરતુ બંધ કરવામાં આવ્યું છે. તેમજ સંતોના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા છે. તમામ 11 સંતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને હાલ તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તો અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઇન કરાયા છે. 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યા બાદ મંદિરના ગેટ સહિત આખા મંદિરને સેનિટાઇઝ કવરામાં આવ્યું હતું. જે બાદમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે મંદિરને ફરીથી ક્યારે ખોલવામાં આવશે તે અંગે કોઈ અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ મંદિરને 15 જુલાઇ બાદ ખોલવામાં આવે તેવી શક્યતા છે.