પાટણ જિલ્લામાં સિધ્ધપુર કોરોના વાયરસનું હોટ સ્પોટ બન્યું છે. ફરીથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તાવડીયા ગામની માત્ર 20 વર્ષની યુવતીને કોરોના પોઝીટીવ આવતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે. અને પાટણમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 15 પહોંચી ગઈ છે.
ત્યારે મળતી માહિતી મુજબ આ યુવતી સિદ્ધપુરની સિફા હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ યુવતીને અગાઉના કેસનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ગામમાં સર્વે ટીમ ઉતારી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે યુવતીના પરિવારમાં આવતાં કુલ ત્રણના સેમ્પલ લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. ગામમાં સૌપ્રથમ કેસ આવતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે પાટણ આરોગ્ય અધિકારી દ્વારા મીડિયાને પૂરતો સહયોગ આપવામાં આવતો હોવાની અને કોરોના વાયરસને લગતી કોઈ માહિતી સમયસર મીડિયાને આપવામાં ન આવતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે.