દેશભરમાં વધી રહેલ કોરોનાના સંક્રમણમાં હવે જાણીતી હસ્તીઓ પણ સપડાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે બોલીવુ઼ડમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. થોડા દિવસો અગાઉ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
(File Pic)
ત્યારબાદ તેમના પરિવારના બે સભ્યો આ સંક્રમણમાં સપડાયા હતા. અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એશ્વર્યા અને તેની પુત્રી હોમ આઈસોલેટ થયા હતા. જોકે, હવે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના પાંચ દિવસ બાદ એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાને પણ નાણાંવટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. સુત્રોના જણાવ્યા મુજબ બન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના કારણે હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા છે.
(File Pic)
આ પહેલા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બન્ને પણ નાણાંવટી હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. જોકે બન્નેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે. બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોનાની ઝપેટમાં આવતા તેમના પ્રશંસકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.