ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટ દ્વારા સરકારને દર્દીઓના નામ નહી પરંતુ વિસ્તાર જાહેર કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવામાં આવતા હતા.
કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કોરોના દર્દીઓના નામ જાહેર નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. જેને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે હવે કોરોનાના દર્દીઓના નામ નહિ પણ વિસ્તાર જાહેર કરવો જરૂરી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કરતા કહ્યું કે લોકોની ગુપ્તતાના અધિકારીને માન આપવું જરૂરી છે. કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવા અંગેની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. અરજદારે સરકાર-જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓના નામ નહી જાહેર કરવા માગ કરી હતી.