ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 438 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં 438 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 16794 થઈ છે.
જ્યારે 24 કલાકમાં વધુ 689 દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ 31 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1038 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 9919 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 299 કેસ સામે આવ્યા છે..
જ્ચારે સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13 કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠા-રાજકોટ-વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે પંચમહાલ-ખેડામાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા—રુચ-સાબરકાંઠામાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અરવલ્લી-પાટણ-દેવભૂમિ દ્વારકા-જુનાગઢ-પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ સામે આવ્યા છે.