લોકલ ટ્રાન્સમિશનથી ગુરુવારે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદમાં શુક્રવારે પણ શહેરમાં એક સાથે 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ બે જ દિવસમાં શહેરમાં 69 પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે બે જ દિવસમાં શહેરમાં અંદાજે કુલ નોંધાયેલા કેસના અડધા કેસ સામે આવ્યા હતા.ઇનફ્લૂએન્ઝા જેવાં જ લક્ષણો ધરાવતાં કોરોનાના પોઝિટિવ દર્દીને ઓળખવા મુશ્કેલ છે અને 14 દિવસ સુધી કોરોનાના લક્ષણો દેખાતા નથી.. “સાઇલેન્ટ કૅરિયર”તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યા છે. સાઇલેન્ટ કૅરિયર એવા દર્દીઓ છે જેનામાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા મળતા નથી છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે.
આ જ કારણે તંત્ર માટે કોરોનાના દર્દીઓને શોધી કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આવા કેસ સામે આવી રહ્યા છે જેણે તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે.અમદાવાદ અને સુરતમાં સાઈલેન્ટ કેરીયરના કેસ સામે આવ્યા બાદ ભરુચના આમોદ તાલુકાના ઈખર ગામે ચાર સાઈલન્ટ કોરોના વાહક સામે આવ્યા છે. જે તમામ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યાં સુધી તેમનામાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા નહતા. અમેરિકાની કોમ્યુનિકેબલ ડિસિઝ કંટ્રોલના જણાવ્યા મુજબ, કોરોનાના સંક્રમિત કે સાઈલન્ટ કેરિયર વ્યક્તિની છીંક કે ખાંસીથી ઉડતા છાંટા 3 મીટર સુધી ચેપ લગાડી શકે છે…