વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રેજેક્ટને કોરોના પણ અટકાવી શક્યો નથી. આ મહામારી વચ્ચે પણ દેશના સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ યથાવત રીતે ચાલી રહ્યું છે. આશા સેવાઈ રહી છે કે, આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમયમાં જ પુરો થઈ જશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કોરોના મહામારી વચ્ચે પણ સમય સર કામ ચાલી રહ્યુ છે. હાલ આ સંકટના સમયમાં પણ આશા છે કે, નિશ્ચિત સમયમાં આ પ્રોજેક્ટ પુરો થઈ જશે. બોર્ડના ચેરમેન વીકે સિંહે આ મામલે જાણકારી આપી હતી.
મુંબઈ અમદાવાદ વચ્ચે આ હાઈસ્પીડ કોરિડોરને ડિસેમ્બર 2023 સુધીમાં પુરો થવાની આશા છે. જો કે, દેશમાં આ પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પહેલા પણ ઘણી અડચણો આવી ચુકી છે. જેમ કે, ભૂમિ અધિગ્રહણ વિરોધ, જાપાની કરંસી, ભારતીય રૂપિયામાં વધતુ અંતરને લઈ કોસ્ટ વધવાનો પણ વિરોધ ભોગવી રહ્યુ છે.
મહત્વનું છે કે, જાપાન ઈન્ટરનેશનલ કો ઓપરેશન એજન્સી 20 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયા 80 ટકા લોન તરીકે આપ્યા છે. જેથી કરી આ પ્રોજેક્ટનો પુરો કરી શકાય. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન કામ કરી રહ્યુ છે. આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી જોઈન્ટ લેંડ સર્વેનું કામ પુરૂ થવાની અણી પર છે. કોર્પોરેશને આ કોરિડોર માટે લગભગ 60 ટકા જમીનનું અધિગ્રહણ પણ પુરૂ કરી નાખ્યુ છે. જેમાં ગુજરાતમાં 77 ટકા અને દાદરા નગર હવેલીમાં 80 ટકા તથા મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન અધિગ્રહણ સામેલ છે. રેલ્વે બોર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફિઝીકલ કામ શરૂ થવાનું હજૂ બાકી છે. જો કે, હાલમાં ટેંડરિંગ પ્રક્રિયા પૂરી થઈ રહી છે અને ભૂમિ અધિગ્રહણનું કામ ચાલી રહ્યુ છે.