નવેમ્બર મહિનામાં શિયાળાની અસર જોવા મળી રહી છે. તહેવારો નજીક આવતાં બજારોમાં પણ ગતિવિધિ તેજ જોવા મળી રહી છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ઉડીને આંખે વળગે છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,903 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 85,53,657 થઈ ગઈ છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,26,611 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે ભારતમાં કોરોનાની મહામારી સામે લડીને 79 લાખ 17 હજાર 373 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ દેશમાં 5,09,673 એક્ટિવ કેસો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 11,85,72,192 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 8,35,401 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.